Posts

દરજીડો

દરજીડો એ ભારતીય ઉપખંડમાં જોવા મળતું એક પક્ષી છે. આ પક્ષી ગુજરાત રાજ્યમાં પણ જોવા મળે છે દરજીડો, એક ખૂબ જ સ્ફૂર્તિ વાળું પક્ષી છે. પોતાની સોય જેવી તીક્ષણ ચાંચ થી પાંદડાના રેસાનો, ઘાસ, નાની સળીઓનો ઉપોયગ કરી અને કલાત્મક માળો ગૂંથવાની આવડત ને કારણે તે દરજીડો કહેવાય છે.

મણિબહેન પટેલ

Image
👆🏻જવાહરલાલ નહેરૂને મળવા એક બાઈ આવી; અને એક ચોપડી અને એક થેલી આપી ગઈ. નહેરૂએ એ થેલી ખોલી; તો તેમાં ૩૫ લાખ રૂપિયા હતા; અને તે ચોપડીમાં એ રકમનો હિસાબ હતો. એ રકમ કોન્ગ્રેસ સંસ્થાની મુડી હતી; જેનો વહિવટ એ બાઈના પિતા કરતા હતા. પિતાના મૃત્યુ બાદ આમાંથી એક પણ પાઈ રાખ્યા વિના તે બાઈએ, એ રકમ નહેરૂને સુપ્રત કરી દીધી હતી. અને પહેરેલે લુગડે તે પોતાના વતન ભેગી થઈ ગઈ હતી. આખી જિંદગી અકિંચન વ્રત પાળનાર, સદા ટ્રેનના ત્રીજા વર્ગના ડબામાં જ મુસાફરી કરનાર; અને પોતે કાંતેલા સૂતરમાંથી બનાવેલ કપડાં જ પહેરનાર એ બાઈ કોણ હતી? એ હતાં – સ્વતંત્રતા બાદ ઘણા સમય સુધી વિસરાઈ ગયેલા, ભારતના નેતા સરદાર વલ્લભભાઈ પટેલનાં દીકરી મણિબહેન આઝાદીના આ અમર પ્રતિકો છે. તેમની નિસ્વાર્થ સેવા એ દેશપ્રેમનું અમૂલ્ય ઘરેણું છે. "આ છે સરદાર વંશીઓની ઈમાનદારી" જય સરદાર ...